છેલ્લા 24 કલાકમાં નવા 517 કેસ, 33 દર્દીઓનાં મૃત્યુ: પાદરાની બજારો સ્વૈચ્છિક રીતે બંધ
Live TV
-
નવા 517 કેસ રાજ્યમાં કુલ કેસનો આંકડો 23 હજારને પાર, કુલ મૃત્યુઆંક 1449 પર પહોંચ્યો
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 517 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 23,079 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 344 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 344 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 59 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 390 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ ઘરે પરત મોકલવામાં આવ્યા છે... આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 15,891 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે...વધુ 33 દર્દીઓએ દમ તોડ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન 33 દર્દીઓએ દમ તોડ્યો...આમ, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1449 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે તો 5739 દર્દીની સ્થિતિ સ્થિર છે....પાદરાની બજારો સ્વયંભૂ બંધ
વડોદરાના પાદરા તાલુકામાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને પગલે વહીવટી તંત્ર દોડતું થયું છે... તંત્ર દ્વારા પાદરા APMC શાક માર્કેટ સહિતના બજારના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી... બેઠકમાં બજાર સમિતિના સભ્યો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...બેઠકમાં પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈને પાદરાના બજારો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો...બેઠકમાં શાક માર્કેટ સહિતના તમામ વેપારીઓનું સ્પેશિયલ સ્કેનિગ કરવા પર વિચારણા થઇ હતી...કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પહેલીવાર બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર સાવધ થઇ ગયું છે...દીવમાં 31 વર્ષીય માતા અને 9 વર્ષીય પુત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે...દીવના ઘોઘલા ગામે આ બે કેસ નોંધાયા છે...31 વર્ષીય માતા અને 9 વર્ષીય પુત્રી વિમાન માર્ગે મુંબઇથી દીવ આવ્યા હતા..પરિવારને ઘોઘલા સ્થિત સરકારી સર્કિટ હાઉસમાં ફેસીલિટી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો છે...જ્યારે બંને પોઝિટિવ દર્દીને દીવની સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે...7 વર્ષના પુત્રને પણ અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે..
