આર્થિક સ્થિતિ સુધારવા માટેનો અહેવાલ અઢિયા સમિતિએ CM રૂપાણીને સુપ્રત કર્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે ઉદભવેલી પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં આર્થિક, નાણાંકીય પુનરુત્થાનના સર્વગ્રાહી ઉપાયો સુચવવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચેલી કમિટિનો અંતિમ અહેવાલ આ સમિતિએ મુખ્યમંત્રીને ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. સમિતિના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ અંતિમ અહેવાલ પ્રસ્તુત કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટેના જે પાંચ સ્તંભ આપેલા છે, તેના આધારે રાજ્યની આર્થિક, નાણાંકીય પૂનરૂત્થાનની ગતિવિધિઓને વધુ સુદ્રઢ કરવા આ અહેવાલમાં વિશેષ ઝોક આપવામાં આવ્યો છે... ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇકોનોમી, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના પાંચ પિલ્લરો થકી કોવિડ-19ની મહામારી બાદ રાજ્યના અથર્તંત્રને અને વિકાસની ગતિને વેગવંતી બનાવવા આ અહેવાલ ઉપયુકત થશે...આ સૂચનોમાં આંતર માળખાકીય સવલતો અને સંસાધનો ઉત્પન્ન કરવાના પ્રયાસો રાજ્યમાં મૂડી રોકાણ વધારવાના પ્રયાસો રાજ્યનું નાણાકીય વ્યવસ્થાપન અને ભારત સરકારની નીતિઓનો લાભ લેવાના, મહત્તમ પ્રયાસો વગેરે બાબતોનો સમાવેશ થાય છે...આ સમિતિએ આપેલા ફાયનલ અહેવાલમાં શહેરી માળખાકીય સુવિધાઓ માટેના જે સૂચનો કર્યા છે, તેમાં લેન્ડ મોનિટાઈઝેશન ની સુવિધા મિલકત વેરાના નિયમોમાં સુધારો કરવો અને જંત્રી સાથે જોડવું...મહાનગર પાલિકાઓમાં પાણીના ઉપયોગની માપણીના મીટરની વ્યવસ્થા એક વર્ષમાં કરવા તેમજ પ્રથમ ૨ વર્ષમાં વાણિજ્યિક તથા ઔદ્યોગિક એકમોને આવરી લેવાના સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે...આ સમિતિએ વૈશ્વિક મૂડી રોકાણ વધારવાના પ્રયાસ માટે રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે ૪ મુદ્દાઓ ઉપર ભાર મૂક્યો છે...
