15 ઓગષ્ટ સુધી શાળા-કોલેજો બંધ: ફી ભરવા માટે શાળાઓ દબાણ નહીં કરી શકે
Live TV
-
કોરોનાના કપરા કાળ દરમિયાન રાજ્ય સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં ફી ભરવા માટે દબાણ કરતી શાળાઓને હવે કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે...ગાંધીનગર ખાતે મળેલી શિક્ષણ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં અન્ય એક નિર્ણય કરાયો હતો...એમાં જો કોઈ શાળા સ્ટેશનરી ખરીદવા માટે કોઇ વિદ્યાર્થીને દબાણ કરશે , તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે...આ ઉપરાંત ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓને ડીડી ગિરનારના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાનો પણ નિર્ણય કરાયો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસિંહ ચૂડાસમાએ વધુ વિગતો આપતા કહ્યું હતું , કે રાજયમાં 15મી ઓગષ્ટ સુધી શાળા અને કોલેજો શરૂ કરાશે નહીં. જો કે આ મામલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અગાઉથી જ આદેશ આપ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું...
