Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ખેડૂતો પારંપરિક તમાકુની ખેતી છોડીને ફ્રૂટ અને શાકભાજીના પાક તરફ વળ્યાં

Live TV

X
  • સામરખા ગામના પ્રગતિશીલ ખેડૂત તમાકુની ખેતી છોડી કરી રહ્યા છે મલ્ટીક્રોપીંગ, ડ્રિપ પદ્ધતિ અને ઓર્ગેનિક આધારિત પૈપયા અને કેળાની ખેતી

    મધ્ય ગુજરાતમાં ખેડૂતો પારંપરિક તમાકુની ખેતી છોડીને છેલ્લા બે દાયકાથી ફ્રૂટ અને શાકભાજીના પાક તરફ વળ્યાં છે. સામરખા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશ પટેલ પણ પરંપરાગત ખેતી છોડીને અત્યારે મલ્ટીક્રોપીંગ, ડ્રિપ પદ્ધતિ અને ઓર્ગેનિક આધારિત પૈપયા અને કેળાની ખેતી તરફ વળ્યા છે. ઓછા ખર્ચ અને ઓછી મહેનતે વધુ વળતર પણ મેળવી રહ્યા છે. સામાન્ય રીતે પૈપયાની ખેતી 2 વર્ષની હોય છે. તેના ભાવ પણ બજારમાં સમતોલ હોવાથી, આવક પણ સમાંતર રહે છે. પૈપયા વચ્ચે કેળાનું વાવેતર પણ કર્યું છે. પૈપયાની ખેતી પાછળ થતો ખર્ચ કેળાની ખેતીમાંથી મેળવી લેતા હોય છે. આ રીતે તેઓ પૈપયાની 100 ટકા આવક મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પણ આપી રહ્યા છે. અન્ય ખેડૂતો પણ આ પ્રકારની ખેતીમાં રૂચિ લઇ રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply