આજે વિશ્વભરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની થઇ રહી છે ઉજવણી
Live TV
-
આ વર્ષની વિશ્વ થેલેસેમિયા દિવસની થીમ "વૈશ્વિક થેલેસેમિયા સમુદાયમાં આરોગ્યની અસમાનતાઓને ધ્યાનમાં લેવી" રાખવામાં આવી છે..
આજે વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. થેલેસેમિયા પીડીત દર્દીઓનો સંઘર્ષ અને આ રોગ તથા તેના લક્ષણો વિશે લોકોને જાગૃત કરવા દર વર્ષે આજના દિવસે થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે. થેલેસેમિયાએ વારસાગત થતો રોગ છે. જેમાં પર્યાપ્ત માત્રામાં હિમોગ્લોબીન બનતું નથી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે લોકોમાં થેલેસેમિયા વિશે જાગૃતિ લાવવાની દિશામાં કામ કરવાનો સંકલ્પ લેવા કહ્યું છે. તેમણે આ રોગથી પિડીત લોકો માટે શ્રેષ્ઠ આરોગ્ય, સામાજીક અને અન્ય સંભાળને સમર્થન આપવા માટે જાગૃતિ લાવવા પણ કહ્યું છે.
વર્ષ 1994થી દર વર્ષે થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન(TIF) દ્વારા આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસની થીમ નક્કી કરવામાં આવે છે. આ દિવસે ચોક્કસ થીમ પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. આ વર્ષની થીમ "વૈશ્વિક થેલેસેમિયા સમુદાયમાં આરોગ્યની અસમાનતાઓને ધ્યાનમાં લેવી" છે.આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જાગરૂકતા લાવવા અને રોગની ગંભીરતા તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો છે. જેનાથી થેલેસેમિયાના નિવારણ, સંચાલન અને સારવારથી સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા અંગેની ચર્ચાઓને વેગ મળશે.
