રાજ્યના જૂના વાહનોની ટેક્સની વિગતો parivahan.gov.in પોર્ટલ પર અપડેટ કરી શકાશે
Live TV
-
રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની યાદીમાં જણાવ્યાનુસાર રાજ્યના જૂના વાહનો જેની રજીસ્ટ્રેશન સમયે ભરપાઈ થયેલ ટેક્સની વિગતો જે અરજદારો પાસે ઉપલબ્ધ નથી, તેવા વાહનોની ટેક્સની વિગતો અપડેટ કરવા માટે અરજદારો વાહનના વેચાણ ઇનવોઈસ-બીલ અથવા ઓથોરાઇઝ્ડ ડીલરના પ્રમાણપત્રને parivahan.gov.in પોર્ટલ પર અપલોડ કરીને ટેક્સની વિગતો અપડેટ કરી શકશે.
ડિઝિટલ યુગમાં સમયની બચત સાથે સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા એક સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે.
