Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
રાજ્યના મહાનગરોમાં આવતીકાલ તા. 21 માર્ચથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026”નો પ્રારંભ થશે | DD News Skip to main content
Settings Settings for Dark

રાજ્યના મહાનગરોમાં આવતીકાલ તા. 21 માર્ચથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026”નો પ્રારંભ થશે

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન રાજ્યભરના મહાનગરોમાં બે દિવસીય “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026”નું આયોજન કરવામાં આવ્યું છે.

    અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો આવતીકાલ તા. ૨૧ માર્ચના રોજ કૃષિ મંત્રી જીતુ વાઘાણી શુભારંભ કરાવશે. આ વેળાએ રાજ્યના પૂર્વ સહકાર મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે.

    આ ઉપરાંત વિવિધ મહાનગરોમાં પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહીને “મિલેટ મહોત્સવ”નો પ્રારંભ કરાવશે.

    -  વાપી મહાનગરપાલિકા ખાતે મંત્રી કનુ દેસાઈ
    - મહેસાણા મહાનગરપાલિકા ખાતે મંત્રી  ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી  પ્રવિણ માળી
    - રાજકોટ મહાનગરપાલિકા ખાતે મંત્રી  કુંવરજી બાવળીયા
    - નવસારી મહાનગરપાલિકા ખાતે મંત્રી નરેશ પટેલ
    - પોરબંદર મહાનગરપાલિકા ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયા
    - જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મંત્રી પ્રદ્યુમન વાજા 
    - વડોદરા મહાનગરપાલિકા ખાતે મંત્રી મનીષાબેન વકીલ અને વિધાનસભાના મુખ્ય દંડક  બાલકૃષ્ણ શુક્લ
    - સુરત મહાનગરપાલિકા ખાતે મંત્રી પ્રફુલ પાનસેરિયા
    - ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી  દર્શનાબેન વાઘેલા
    - ભાવનગર મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી  કૌશિક વેકરીયા
    - ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા
    - નડિયાદ મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા
    - સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા
    - મોરબી મહાનગરપાલિકા ખાતે ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલસિંહ રાજપૂત 
    - જામનગર મહાનગરપાલિકા ખાતે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવશે.

    અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં 85 અને અન્ય શહેરોમાં 620 મળી રાજ્યભરમાં કુલ 700થી વધુ સ્ટોલ્સ વિવિધ ખેડૂતો, FPO અને ખેડૂત મંડળીઓને કોઈપણ ભાડા વિના એટલે કે, વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આનાથી મધ્યસ્થીઓ દૂર થશે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો સીધો અને યોગ્ય ભાવ મળશે.આ મહોત્સવમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણ જમાવશે. નાગરિકો અહીં મિલેટની શુદ્ધ બનાવટો ખરીદી શકશે અને મિલેટથી બનેલી પૌષ્ટિક વાનગીઓનો પણ સ્વાદ માણી શકશે.પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના 'શ્રી અન્ન' અભિયાનને વેગ આપવા માટે "ધરતીનું સોનું — અન્ન અપનાઓ, સ્વસ્થ જીવન પાઓ"ના મંત્ર સાથે આયોજિત આ મિલેટ મહોત્સવની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેત પેદાશો તેમજ મિલેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply