Skip to main content
Settings Settings for Dark

રાજ્યના મુખ્યમંત્રીએ દાહોદ ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. સાથે જ  મુખ્યમંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

     જેમાં મહાનુભાવોના હસ્તે સમાજ સુરક્ષા યોજના, માનવ ગરિમા યોજના, લાભાર્થી કીટ સહિતની રૂપિયા 380.68 કરોડથી વધુની સાધન સહાય સહિતના લાભો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સતત 13 વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લીધે મોકૂફ રખાયું હતું. ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે રાજ્યભરમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન દરેક જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply