રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું
Live TV
-
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ એક વાર 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યુ છે. તેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત થવાના હતા પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનિલ મુકીમને વધુ 6 મહિના માટે એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવાયો હતો, જેના આધારે રાજ્ય સરકારે મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે.
અનિલ મુકીમ રાજ્યના પ્રથમ મુખ્ય સચિવ છે જેમણે રાજ્ય સરકારે 6-6 મહિના મળીને કુલ એક વર્ષનું એક્સટેન્શન આપ્યુ છે. મુખ્ય સચિવ અનિલ મુકીમ ગત ઓગસ્ટ મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થવાના હતા પરંતુ રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે 6 મહિનાનું એક્સટેનન્શન આપવામાં આવ્યુ હતું, જે ફેબ્રુઆરી 2021માં પુરૂ થવાનું હતું. હવે રાજ્ય સરકારે મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપતા હવે તેઓ ઓગસ્ટ 2021માં નિવૃત થશે.
અનિલ મુકીમ અને રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા 1985 બેંચના અધિકારીઓ છે. ગત 30 જુલાઇએ આશીષ ભાટિયા રાજ્યના ડીજીપી બન્યા ત્યારે તેના એક મહિના પછી તેમના બેચમેન્ટ મુખ્ય સચિવ અનિલ મુકીમ ઓગસ્ટ મહિનામાં નિવૃત થવાના હતા પરંતુ તેમણે 6 મહિનાનું એક્સટેન્શન અપાયુ હતું. હવે વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા હજુ વધુ 6 મહિના કાર્યરત રહેશે.
