રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 315 કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,61,281 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 1732 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 30 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 1702 સ્ટેબલ છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં 315પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મૃત્યુ થયેલ છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4406એ પહોંચ્યો છે. જ્યારે 272 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 97.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,13,582 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અને 67,300 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 70, સુરત કોર્પોરેશન 48, વડોદરા કોર્પોરેશન 59, રાજકોટ કોર્પોરેશન 39, વડોદરા 09, કચ્છ 10, ગાંધીનગર 04, સુરત 04, રાજકોટ 03, અમરેલી 03, ખેડા 07, ભરૂચ 01, ગાંધીનગર કોર્પોરેશન 06, જામનગર કોર્પોરેશન 07, જુનાગઢ કોર્પોરેશન 02, સાબરકાંઠા 04, મોરબી 03, જુનાગઢ 04, ગીર સોમનાથ 05, મહીસાગર 03 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,61,281 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 1732 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 30 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 1702 સ્ટેબલ છે.
