રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણીનુ આજે પરિણામ
Live TV
-
21 ફેબ્રુઆરીએ યોજાયેલ મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરુઆત થઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરની મહાનગર પાલિકાઓનુ સરેરાશ મતદાન 46. 08 ટકા મતદાન નોંધાયુ હતુ. સૌપ્રથમ બેલેટ પેપરના વોટ ગણવામાં આવશે અને ત્યાર બાદ EVM મશીનના વોટ ગણવાની શરુઆત થશે.
21 ફેબ્રુઆરીએ યોજાયેલ મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરુઆત થઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરની મહાનગર પાલિકાઓનુ સરેરાશ મતદાન 46. 08 ટકા મતદાન નોંધાયુ હતુ. સૌપ્રથમ બેલેટ પેપરના વોટ ગણવામાં આવશે અને ત્યાર બાદ EVM મશીનના વોટ ગણવાની શરુઆત થશે.
અમદાવાદની મતગણતરી L. D એન્જીનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે થઈ રહી છે. સુરતમાં મતગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજ ખાતે થઈ રહી છે. રાજકોટમાં સૌથી વધુ 6 સેન્ટર પર મતગણતરી થઈ રહી છે.
છ મહાનગર પાલિકાની કુલ 576 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો, સુરતના 30 વોર્ડની 120 બેઠકો, વડોદરાના 19 વોર્ડની 76 બેઠકો, જામનગરના 16 વોર્ડની 64 બેઠકો, રાજકોટના 18 વોર્ડની 72 બેઠકો, ભાવનગરના 13 વોર્ડની 52 બેઠકો સાથે કુલ 576 બેઠકો પર કુલ 2276 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે જેમના ભવિષ્યનુ પરિણામ આજે આવશે.
છ મહાનગર પાલિકાના કુલ 2276 ઉમેદવારોમાંથી 575 ભાજપ, 564 કોંગ્રેસ, 419 આપ અને 226 અન્ય પક્ષ-અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પરિણામોની જાણ થાય તે માટે ગણતરી સેન્ટર બહાર મોટા એલઈડી સ્ક્રિન અને માઈક લગાવવામાં આવ્યા છે. સ્ક્રિન પર ઉમેદવારો અને કાર્યકરો ઝડપથી મતગણતરીના પરિણામો જોઈ શકશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાનના ફાઈનલ આંકડા મુજબ અમદાવાદમાં હાલની ચૂંટણીમાં 42.50 ટકા મતદાન નોંધાયુ છે .જે ગત 2015ની ચૂંટણીમાં 46.51 ટકા હતુ. સુરતમાં 47.10 ટકા મતદાન થયુ છે.જે ગત ચૂંટણીમાં 39.93 ટકા હતુ. રાજકોટમાં 50.70 ટકા મતદાન નોંધાયુ છે,જે ગત ચૂંટણીમાં 50.40 ટકા હતુ. વડોદરામાં 48.71 ટકા મતદાન આ વખતની ચૂંટણીમાં નોંધાયુ છે. જે ગત 2015ની ચૂંટણીમાં 47.70 ટકા હતુ. જામનગરમાં 56.77 અને ભાવનગરમાં 47.49 ટકા મતદાન ટકાવારી રહી છે. જે અનુક્રમે ગત ચૂંટણીમાં 53.40 ટકા અને 49.50 ટકા રહ્યુ છે. આમ અમદાવાદમાં 4.01 ટકા મતદાન ગત ચૂંટણી કરતા ઘટયુ છે અને સુરતમાં સૌથી વધુ 7 .17 ટકા મતદાન વધુ થયુ છે. જ્યારે જામનગરમાં 3.37 ટકા મતદાન ઘટયુ છે અને ભાવનગરમાં 2.01 ટકા મતદાન ગત ચૂંટણી કરતા વધ્યુ છે.
