Skip to main content
Settings Settings for Dark

રાજ્યના મોટાભાગના ડેમો, તળાવો અને ચેકડેમમાં પાણીના તળ જઇ રહ્યાં છે નીચે

Live TV

X
  • રાજ્યના મોટાભાગના ડેમો, તળાવો અને ચેકડેમમાં પાણીના તળ નીચે જઇ રહ્યાં છે.

    રાજ્યના મોટાભાગના ડેમો, તળાવો અને ચેકડેમમાં પાણીના તળ નીચે જઇ રહ્યાં છે. લોકોને પીવાનું પાણી તેમજ પશુ માટે પીવાના પાણી ની કેટલાક સ્થળોએ અછત જોવા મળી રહી છે.

    ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે પાણીની અછતના પગલે લોકોની હાલાકી વધી રહી છે. રાજ્યના મોટાભાગના ડેમો, તળાવો અને ચેકડેમ તળિયા ઝાટક થઈ રહ્યાં છે . લોકોને પીવાનું પાણી તેમજ પશુ માટે પીવાના પાણી અને ઘાસચારાને લઈને માલધારીઓ પરેશાન થઈ રહ્યા છે.
    મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકાના ધરોઈ ગામે આવેલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 90 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અમદાવાદ સુધી 8 કરોડ લીટર પાણી વહેવડાવવામાં આવે છે. 44 ડિગ્રી ગરમીમાં ડેમમાંથી  દરરોજ 17 કરોડ લીટર પાણીનું બાસ્પીભવન થાય છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની 16.70 લાખની વસ્તીને દૈનિક 19 કરોડ લીટર પાણી પાઇપલાઇન દ્વારા પીવા માટે અપાય છે.

     ડાંગ જિલ્લામાં નદી, નાળા, જળાશય સુકાઈ જતા પાણીની સમસ્યા  વિકટ બની છે. ડાંગ જિલ્લામાં કોટબા, ધવલી દોડ, તેમજ અન્ય ગામોમાં પાણીની બુમ ઊઠી છે. મહિલા અને પુરૂષો પાણી મેળવવા બે થી ત્રણ કિલોમીટર દૂર થાય છે.

    પંચમહાલ જિલ્લાના ગામડાંઓમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. જિલ્લાના ધોધંબા તાલુકાના ધર્નેશ્વર ગામની મહિલા અને બાળકો પાણી માટે વલખા મારે છે. આ વિસ્તારમાં છેલ્લાં ચાર વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. ખાનગી બોરવેલમાં મર્યાદિત પાણી છે. ધર્નેશ્વર ગામમાં પંચાયત દ્વારા નર્મદા યોજના હેઠળ ગામમાં પાઇપલાઇન નાખી છે પરંતુ તેમા  પાણી આવતું નથી. સરકારી યોજના દ્વારા લાખોનો ખર્ચ કરાયો છે. પરંતુ હજુ પરિણામ મળતું નથી. ગામની મહિલાને પાણી માટે લાંબુ અંતર કાપવું પડે છે.

     ધોધંબા તાલુકા પંચાયત અંગે તાલુકા વિકાસ અધિકારી કહે છે કે, પાણીની તકલીફ અંગે ફરિયાદ મળી નથી. જ્યારે ગામ લોકો કહે છે કે, રજૂઆતનુ હજુ નિરાકરણ આવ્યું નથી. ટીડીઓ કહે છે કે, પાણીની તકલીફ અંગે ફરિયાદ મળશે તો ટેન્કની સુવિધા અપાશે. આ વિસ્તારમાં પાણીના તમામ સ્ત્રોત સુકાઈ ગયા છે જેથી વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply