રાજ્યના શ્રમયોગીઓને દિવાળી નિમિત્તે મળી ભેટ
Live TV
-
રાજ્યના 6,42,629 શ્રમયોગીઓને ચુકવાયું છે રૂપીયા 770.38 કરોડનું બોનસ
રા્જયના ઓદ્ધોગિક એકમોમાં કામ કરતા શ્રમયોગીઓને દિવાળીના તહેવારોમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી શકાય તે માટે સમયસર બોનસ ચુકવવામાં આવ્યું છે. રાજ્યના 6,42,629 શ્રમયોગીઓને રૂપીયા 770.38 કરોડનું બોનસ ચુકવાયું છે એમ શ્રમ આયુક્ત કચેરી દ્રારા જણાવાયું છે. રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થતા શ્રમયોગીઓને મદદરૂપ થવા નિયમિત રીતે બોનસ ચૂકવાય અને વર્ષ -2017-18ના બોનસની રકમ સમયસર મળી રહે તે માટે આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયાસો ધરાયા હતા.
