રાજ્યના 12 જિલ્લામાં આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરાશે
Live TV
-
રાજ્યમાં હાલ 36 સરકારી આયુર્વેદીક હોસ્પિટલ કાર્યરત છે.
ભારતની વર્ષો જૂની તબીબી ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ તરફ છેલ્લા ઘણા વર્ષોથી લોકોનો લગાવ વધી રહ્યો છે.ત્યારે સરકારે રાજ્યના 12 જિલ્લામાં નવી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.જેના માટે બજેટમાં રૂપિયા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સૌ પ્રથમ સુરેન્દ્રનગરમાં મોડલ આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપના દ્વારા સરકાર આ ડ્રીમ પ્રોજેક્ટમાં આગળ વધી રહી છે. રાજ્યમાં હાલ 36 સરકારી આયુર્વેદીક હોસ્પિટલ કાર્યરત છે.
સરકારનું આગામી લક્ષ્ય દરેક જિલ્લામાં એક આયુર્વેદિક હોસ્પિટલ સ્થાપવાનું છે. જેમાં તાપી, સુરત, મહેસાણા, પાલનપુર, લુણાવાડા, મોડાસા, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ તમામ હોસ્પિટલમાં 50 પથારીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
