Skip to main content
Settings Settings for Dark

ઉપરવાસમાં વરસાદ નહીં થતાં ઉકાઈ ડેમમાં પાણીના સ્તર નીચાં ગયાં

Live TV

X
  • દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધની ઉપરવાસ આવેલા ડેમો સાવ ખાલી થવાના આરે આવી ગયા છે.

    દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધની ઉપરવાસ આવેલા ડેમો સાવ ખાલી થવાના આરે આવી ગયા છે. જેને પગલે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. હવે ચોમાસાના દિવસો શરૂ થઇ ગયા છે, પરંતુ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ચોમાસુ જોઈએ એવું શરૂ થયું નથી, જેની સીધી અસર ઉકાઈ ડેમની પાણીની આવક પર થઇ રહી છે. જેને લઈ ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.

    ઉકાઈ ડેમની ઉપર આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મેઘરાજાનો હજુ અસલી મિજાજ જોવા મળ્યો નથી. જેને પગલે આ વિસ્તારોમાં આવેલ ડેમો સૂકાવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં આવેલ હથનુર ડેમની જળસપાટી પણ ઘટી રહી છે.

    સોમવારે બપોરે 1-00 કલાક સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 283.12 ફૂટ પર પહોંચી છે. બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ થવાને પગલે નર્મદાના ડેમની સપાટી વધી છે. જો કે હવે ખેડૂતો સહિતના લોકો ગુજરાતમાં પણ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply