Skip to main content
Settings Settings for Dark

વડોદરાની 5 નેરોગેજ લાઈનને હેરિટેજ તરીકે વિકસાવાશે

Live TV

X
  • વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન ગણાતી પાંચ નેરોગેજ રેલવે લાઈનને યથાવત રાખી હેરિટજ લાઈન તરીકે વિકસાવવાનો રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે.

    ભારતીય રેલવે મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન ગણાતી પાંચ નેરોગેજ રેલવે લાઈનને યથાવત રાખી હેરિટજ લાઈન તરીકે વિકસાવવાનો રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે.

    આ અંગે પશ્ચિમ રેલવેના PRO રવિન્દ્ર ભાકરે કહ્યું હતું કે, પાંચ લાઈનના 204 કિલોમીટરના નેટવર્કને રેલવે બોર્ડ દ્વારા પ્રિઝર્વ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ નેરોગેજ નેટવર્કને બ્રોજગેજમાં કન્વર્ટ કરવા માટે 2017માં મંજૂરી આપવામાં આવી હતી.

    હવે નવા રંગરૂપ સાથે નેરોગેજ લાઈન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવતા વિદેશી સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.ઉલ્લેખનીય છે કે વિશ્વમાં એક માત્ર ભારતમાં જ નેરોગેજ લાઈન કાર્યરત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply