દ્વારકામાં આખલાઓનો વધતો ત્રાસ, પાલિકામાં આવેદનપત્ર અપાયું
Live TV
-
આખલાઓના વધતા જતા ત્રાસને અનુસંધાને દેવભૂમિ દ્વારકાના વેપારી એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. આખલાઓના વધતા જતા ત્રાસને અનુસંધાને દેવભૂમિ દ્વારકાના વેપારી એસોસિયેશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દ્વારકા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આખલાઓના લીધે યાત્રિકોને તથા સ્થાનિક જનતાને અકસ્માતનો ભોગ બનવું પડે છે. એવામાં મોટી સંખ્યામાં વ્યાપારીઓ ભેગા થઈને તંબત્તી ચોકથી નગરપાલિકા સુધી રેલી કાઢીને અંતે દ્વારકા નગરપાલીકાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આખલાઓને કોઈ યોગ્ય સ્થળે ખસેડવા અંગે માંગ કરાઈ હતી.
આ અંગે ચીફ ઓફિસર દ્વારા રખડતા ઢોરનો પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા ખાતરી આપી હતી અને કાયમી ધોરણે રખડતા ઢોરનો પ્રશ્ન હવે અમલીકરણ સમીપ આવ્યા હોવાની પણ વાત કરી હતી.
