Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 56 એસ.ટી. બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોકનું અપગ્રેડેશન કરાશે

Live TV

X
  • રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ટોયલેટ બ્લોક અપગ્રેડેશન માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના 56 બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોકનું જરૂરિયાત મુજબ રિનોવેશન અને રિપેરિંગ કરવામાં આવશે.

    એસ.ટી. નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી પૈકી સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા એમ 6 બસ સ્ટેશનો પર રિપેરિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 17 બસ સ્ટેશનો પર કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. બાકીના 33 બસ સ્ટેશનો પર રિપેરિંગ અને અપગ્રેડેશનની કામગીરી આગામી 8 થી 12 મહિનામાં પૂર્ણ કરવાનો નિગમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

    અગાઉ કરવામાં આવેલા સર્વેના આધારે એસ.ટી. નિગમ દ્વારા ‘બસ સ્ટેશન બેઝિક ફેસિલિટી અપગ્રેડેશન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો હતો. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો, મહિલાઓ અને વડીલોને બસ સ્ટેશન પર સ્વચ્છ અને પૂરતી પાયાની સુવિધાઓ મળી રહે તે હેતુથી જરૂરિયાત ધરાવતા ટોયલેટ બ્લોકનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.આ કામગીરી હેઠળ પ્લમ્બિંગ, નવા યુરિનલ્સ અને ડબલ્યુ.સી. પાન બદલવા, બારી-દરવાજાનું રિપ્લેસમેન્ટ, ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન, ડ્રેનેજ સિસ્ટમ તથા કલરકામ સહિતની કામગીરી કરવામાં આવશે. સ્થળની જરૂરિયાત મુજબ અંદાજે 25  યુરિનલ્સ, 20 જનરલ ડબલ્યુ.સી. અને 25 જેટલા મહિલા ડબલ્યુ.સી. વધારવાનું પણ આયોજન છે.મુસાફરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા સ્વચ્છતા અંગેની ફરિયાદો રિયલ-ટાઇમમાં નોંધાવી શકે તે માટે તમામ બસ સ્ટેશનો પર ક્યુઆર કોડ આધારિત ‘મુસાફર સેવા સેતુ’ એપ્લિકેશન પણ કાર્યરત કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, મુસાફરોને ઉત્તમ સુવિધા પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે. આ ડ્રાઇવના અમલીકરણથી રાજ્યના લાખો દૈનિક મુસાફરોને વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
apply