Skip to main content
Settings Settings for Dark

રાજ્યનો વિકાસ ઝડપી અને પારદર્શી રીતે થાય તે માટે CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય

Live TV

X
  • સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર નગરપાલિકાઓમાં વઢવાણ, વિજલપોર, છાયા નગરપાલિકાઓનો સમાવેશ કરી સંયુકત નગરપાલિકાઓ રચવામાં આવશે.

    રાજ્યનો વિકાસ ઝડપી, પારદર્શી અને આયોજનબધ્ધ રીતે થાય તે માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર નગરપાલિકાઓમાં વઢવાણ, વિજલપોર, છાયા નગરપાલિકાઓનો સમાવેશ કરી સંયુકત નગરપાલિકાઓ રચવામાં આવશે.

    જેના કારણે વહીવટી ખર્ચ ઘટતા વિકાસના કામોની ગતિ વધશે અને સાથેસાથે પ્રશાસન કામોમાં પણ સરળતા આવશે. આ નિણર્ય અનુસાર, સુરેન્દ્રનગર, દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરીને સંયુકત નગરપાલિકા રચવામાં આવી છે અને તેનું મુખ્યમથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ, દક્ષિણ ગુજરાતના નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકાનો સમાવેશ કરીને નવસારી-વિજલપોર સંયુકત નગરપાલિકાના અને તેના મુખ્યમથક તરીકે નવસારી રાખવામાં આવ્યું છે.

    મુખ્યમંત્રીએ આ ઉપરાંત પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકા સમાવિષ્ટ કરીને પોરબંદર, છાયા નગરપાલિકા નામાભિધાન સાથે તેનું મુખ્ય મથક પોરબંદર રાખવાનો પણ નિર્ણય કર્યો છે. આ નવી ત્રણ સંયુકત નગરપાલિકાઓમાં વહિવટદાર તરીકે સંબંધિત પ્રાંત અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply