Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના જગન્નાથ મંદિર પરિસરમાં જ યોજાઇ 143મી રથયાત્રા, CM રૂપાણીએ કરી પહિંદ વિધી

Live TV

X
  • અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજુરી અંગે હાઈકોર્ટેમાં મોડી રાત સુધી સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે જે રીતે જગન્નાથ પુરીની રથયાત્રાને મંજુરી આપી તે જ રીતે અમદાવાદની પરંપરાગત રથયાત્રાને પણ મંજુરી આપે તેવી માંગ સાથે રાજ્ય સરકાર સહિત અન્ય અરજીઓ પર મંગળવારે મોડી રાત સુધી હાઈકોર્ટની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી યોજી હતી.

    સંક્રમણના ફેલાવાનો ભય હોવાથી હાઈકોર્ટે તમામ 7 અરજીઓ ફગાવી દીધી હતી. જો કે, રાજ્ય સરકારે પણ પૂરતી વ્યવસ્થાની માંગ સાથે ખાતરી આપી રથયાત્રા યોજવા અંગેની મંજુરી માંગી હતી. અગાઉ શનિવારે હાઈકોર્ટે રથયાત્રા સામે મનાઈ હુકમ આપ્યો હતો એ પછી રથયાત્રા યોજવા માટે હાઈકોર્ટમાં ચાર વિવિધ અરજીઓ થઈ હતી.

    કોરોના મહામારીને લઈને સંક્રમણ ફેલાવાના ભયથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર હાઈકોર્ટે રોક લગાવી છે. જો કે, વર્ષોથી ચાલી આવતી પરંપરાને લઈને અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના પરિસરમાં જ મર્યાદીત ભાવિકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષોની પરંપરા જાળવી રાખતા વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી હતી. જો કે, મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના શણગારેલા રથો અને ખલાસીઓએ આશા વ્યક્ત કરી છે કે, તેમણે મર્યાદીત અને ચોક્કસ રૂટમાં રથ યાત્રા નિકાળવાની મંજુરી મળે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply