Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દેથલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો સાથે કર્યો સંવાદ

Live TV

X
  • ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના દેથલી ગામની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેથલી દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો હતો.

    રાજ્યપાલએ દૂધ મંડળીની કામગીરી, માસિક આવક, દૂધના ભાવ, ગુણવત્તા, ફેટનું પ્રમાણ, કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.તેમણે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ ખાસ કરીને સેકસ શોર્ટેડ સીમેન, બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પશુઓનો દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરવાના લાભ જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે સેકસ શોર્ટેડ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે. જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય છે. સૌ પશુપાલકોને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા રાજ્યપાલએ જણાવ્યું હતું.

    આ તકે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અને નિવાસી અધિક કલેકટર  જે. બી. દેસાઈએ ખેડા જિલ્લામાં કુપોષણ નિવારણ હેતુ જિલ્લા સ્તરે શરૂ કરાયેલ " ગામનો નિર્ધાર, સહકારથી સાકાર" અભિયાનથી રાજ્યપાલને પરિચિત કરાવ્યા હતા. ગામના દૂધ ઉત્પાદકો પ્રતિદિન દૂધ મંડળીઓમાં રાખેલ આશીર્વાદ પાત્રમાં સ્વ ઈચ્છાએ દૂધનું દાન કરે છે, જેનો ઉપયોગ આંગણવાડીના કુપોષિત બાળકો કરે છે. દેથલી ગામે "ગામનો નિર્ધાર, સહકારથી સાકાર" અભિયાનની કામગીરીથી રાજ્યપાલશ્રી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને રાજ્ય સ્તરે આ અભિયાનનું અમલીકરણ કરાવવા નોંધ લીધી હતી. 

    આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, નિવાસી અધિક કલેક્ટર  જે.બી. દેસાઈ, પ્રાંત અધિકારી સુરજ બારોટ, દૂધ મંડળીના સભાસદો, આંગણવાડીની બહેનો, પશુપાલકો અને દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply