Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદમાં સોજીત્રાના પલોલ ગામે પ્રાકૃતિક કૃષિ ફાર્મની લીધી મુલાકાત

Live TV

X
  • આણંદ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બીજા દિવસે વહેલી સવારે પલોલ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા અમિત પટેલના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ એ હળ ચલાવીને ખેતરમાં ખેડાણ કર્યું હતું..

    આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લગતી બાબતો અંગે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા કેવી રીતે વધુ ઉપજ મેળવી શકાય તેના વિવિધ આયામો અંગે પણ માહિતી આપી હતી. ઉપરાંત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિને લગતા સવાલોના જવાબો આપી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.. 

    પ્રાકૃતિક ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલએ રૂણજ ગામે સરદાર સ્મૃતિ વન ખાતે 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ વડના છોડનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી તેની જાળવણી કરવા અધિકારીઓને સૂચના પણ આપી હતી. રાજ્યપાલની સાથે ઉપસ્થિત મદદનીશ કલેકટર હિરેન  બારોટ અન નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈએ પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply