વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ
Live TV
-
સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)નો 68મો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો.
રાજ્યપાલએ વિવિધ વિદ્યાશાખાના 16,963 વિદ્યાર્થીઓને સ્નાતક/અનુસ્નાતકની પદવી એનાયત કરી હતી અને 75 તેજસ્વી વિદ્યાર્થીઓને 103 સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.પદવીધારકોને ડિજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.રાજ્યપાલએ નવ પદવીધારકોને તેમના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જે વિદ્યા અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત કરાવે, તે જ સાચી વિદ્યા છે.રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકસિત ભારત @2047 બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સ્વપ્નને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકોએ પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરવું જોઈએ.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બે મહાનુભાવોને 'Doctor of Letters' (D.Litt.) માનદ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ બદલ. જશભાઈ શંકર પટેલ (ગુરુહરિ સંતભગવંત પૂજ્ય સાહેબજી).અનુપમ મિશનના સ્થાપક અને અનોખા આધ્યાત્મિક તથા સામાજિક યોગદાન બદલ.
રાજ્યપાલએ સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો.રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી થતી બીમારીઓ અને જમીનના બિનઉપજાઉપણાનું એક માત્ર સમાધાન પ્રાકૃતિક ખેતી છે.રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનમાં પુરવાર થયું છે કે પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન ઓછું થતું નથી. ગુજરાતમાં આજે આઠ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (NDDB)ના ચેરમેન ડો. મિનેશ શાહે જણાવ્યું.ભારત આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. દેશના આઠ કરોડ ગ્રામીણ ખેડૂતો NDDB સાથે જોડાયેલા છે.અમૂલના સહકારિતા મોડલની જેમ NDDB દ્વારા દૂધ ઉપરાંત ફળ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પણ મોડેલ લાગુ કરવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય સહકારિતા વિભાગ દ્વારા દેશમાં બે લાખ ગામડાઓમાં વિવિધલક્ષી સહકારી મંડળીઓની રચના કરવામાં આવનાર છે, જેમાં NDDB ને 75 હજાર ગામડાંઓની જવાબદારી સોંપવામાં આવી છે.NDDB દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા અને પશુઓના છાણના મૂલ્યવર્ધન માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.પ્રારંભમાં કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં 4,07,729 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે.
