રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબી જિલ્લાના હળવદ ખાતે જીઆઈડીસીમાં દીવાલ ધસી પડવાની દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી, મૃત્યુ પામેલાં શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્યપાલે આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી મૃતકોનાં આત્માને ઈશ્વર શાંતિ અર્પે અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ અર્પે તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે.
