Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈશ્વિક ધરોહર હડપ્પન સાઈટ - ધોળાવીરાની મુલાકાત લીધી

Live TV

X
  • કચ્છ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને  લેડી ગવર્નર દર્શના દેવી કચ્છના ખડીર બેટ સ્થિત વૈશ્વિક ધરોહર હડપ્પીન સભ્યતાના ધોળાવીરાની મુલાકાત લીધી હતી. 

    ધોળાવીરા મ્યૂઝિયમ‌ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા રાજ્યપાલને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. રાજ્યપાલએ કુલ કેટલા વિસ્તારમાં આ મહાનગર ફેલાયેલું હતું,  હાલ કોઈ સંશોધન ચાલું છે કે કેમ, નગરની ગટર વ્યવસ્થા, સમકાલીન મહાનગરો અને સભ્યતાઓ વગેરે બાબતોની રસપૂર્વક પૃચ્છા કરી હતી.

    મ્યુઝિયમ ખાતે રાજ્યપાલે મહાનગરની રચના, તબક્કાવાર વિકાસ અને સંશોધન સહિતની બાબતોને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી હતી. 

    મ્યૂઝિયમની મુલાકાત બાદ તેમણે હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. ધોળાવીરા મહાનગરનો કેવી રીતે તબક્કાવાર વિકાસ થયો અને શ્રેષ્ઠ નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊપસી આવ્યું તેના વિશે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.

    આ મુલાકાત દરમિયાન વર્ષો જૂની હડપ્પન સંસ્કૃતિ, સભ્યતા અને રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા અને એકબીજા સાથે જોડાયેલા કુવાઓ, સુરક્ષિત દિવાલોની બનાવટ અને તકનીક, પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, અનાજના કોઠાર વગેરેનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply