રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ઈદ-ઉલ-ફિત્રની મુબારકબાદી પાઠવી
Live TV
-
રાજયના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજયના મુસ્લિમ સમાજના ભાઈ બહેનોને પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની મુબારકબાદી પાઠવી છે.તેમણે શુભ સંદેશમાં જણાવ્યું કે ઈદનો તહેવાર પ્રેમ, શાંતી અને સામાજીક સદભાવનાનું પ્રતિક છે. આ પવિત્ર તહેવાર સૌના જીવનમાં સુખ શાતી અને સમૃદ્ધી લાવનારુ બની રહે તેવી શુભકામના વ્યકત કરી હતી. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રા્જયના મુસ્લિમ સમાજના સૌ નાગરીક ભાઈ બહેનોને પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે. તેમણે જણાવ્યું કે ઈદનો આ તહેવાર સમાજજીવનમાં સમાનતા,. બંધુત્વ અને સામાજીક સમરસતા સાથે સદભાવની વૃદ્ધિ કરશે. તો ગુજરાત ચાંદ કમીટીના પ્રમુખ શબ્બીર એહમદ સીદ્દીકીએ ઈદનો ચાંદ દેખાયાની જાહેરાત કરી હતી.
