રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારોને વાચા આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારોને વાચા આપી હતી. પુલવામાના શહીદોને નમન કરીને પ્રધાનમંત્રીએ સંવાદનો આરંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સામાજિક અને લોકકલ્યાણ મોરચે પોતાના મનમાં રહેલા વિચારોને વાચા આપી હતી.
વડોદરા ખાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ સહિત રાજકીય મહાનુભાવો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ રંજનબહેન ભટ્ટે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
આજે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પિરાણા ખાતે ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને ક્લેક્ટર વિક્રાંત પાંડે સહિત જિલ્લા પંચાયતના સભ્યોઓ પણ હાજર રહ્યા હતા.
