રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ
Live TV
-
દેવભૂમિ દ્વારકામાં સિઝનનો સૌથી વધુ 236 ટકા વરસાદ, છોટાઉદેપુર જિલ્લામાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા ઓરસંગ નદી બે કાંઠે
શ્રાવણ માસમાં રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતાં વધુ તો ક્યાંક ઓછો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સીઝનનો સૌથી વધુ 236 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામનગરમાં 95 અને પોરબંદરમાં 94 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા જિલ્લાના નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદને કારણે જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતાં નદી બે કાંઠે વહી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ તલોદમાં સાડા ચાર ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત પ્રાંતિજમાં ત્રણ ઇંચ, ખેડબ્રહ્મા-વિજયનગરમાં બે ઇંચ અને ઇડર-વડાલીમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનને પગલે ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે સુરત, નવસારીમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.
