Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં ૨૩ માર્ચ, ૨૦૨૬થી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે

Live TV

X
  • ગુજરાતના ખેડૂતો માટે આવતીકાલથી ખેત પેદાશોના પોષણક્ષમભાવ સુનિશ્ચિત કરતો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં ૨૩ માર્ચ, ૨૦૨૬થી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંદાજે ૨.૯૬ લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળશે, જેના માટે રાજ્યભરમાં ચણા માટે ૧૬૫ અને રાયડા માટે ૬૦ જેટલા ખરીદ કેન્દ્રો સજ્જ કરવામાં આવ્યા છે. આ વર્ષની ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રીક અથવા ફેસ ઓથેન્ટીકેશન જેવી આધુનિક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે, જ્યારે ખેડૂતોની સુવિધા માટે 'નોમીની' દ્વારા વેચાણ કરવાની છૂટ પણ આપવામાં આવી છે. ભીડભાડ ટાળવા માટે ખેડૂતોને SMS મારફતે નિયત સમય અને તારીખની જાણ કરવામાં આવશે, જેથી ખેડૂતો સરળતાથી પોતાની જણસોનું વેચાણ કરી આર્થિક સુરક્ષા પ્રાપ્ત કરી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply