Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં 266 સ્થળોએ યોજાયેલ બે-દિવસીય રવિ કૃષિમહોત્સવમાં 2 લાખ 10 હજારથી વધુ ખેડૂતો થયા સહભાગી:કૃષિમંત્રી

Live TV

X
  • રાજ્યમાં કુલ 268 પશુ આરોગ્ય કેમ્પ યોજાયા જેનો 16031 પશુપાલકોએ લાભ લીધો હતો

    બે દિવસિય યોજાયેલા  રવિ કૃષિ મેળાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પીરાણાથી કરાવ્યો હતો.  કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ની મુલાકાત યોજાઈ હતી.

    કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન 266૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ માં 210168થી વધુ  ખેડૂતો સહભાગી થયા હતા.

    કૃષિમંત્રીએ ઉમેર્યું કે,રાજ્યના કુલ 266 સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદના પીરાણા ખાતેથી શરૂઆત કરાવી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ,ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, ખેડૂત સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા આધુનિક કૃષિ તકનીકી ઉપયોગ કરવા ખેડૂતોને સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત કૃષિ મંત્રીએ રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી મહત્વની યોજનાઓની ખેડૂતોને મળી રહેલ લાભ વિશે જાણકારી આપી અને કૃષિ મહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

    તેમણે ઉમેર્યું કે,સમગ્ર રાજ્યમાં યોજાયેલ આ મહોત્સવમાં રાજ્યમંત્રીમંડળના 13  મંત્રીઓ,૧૭સાંસદઓ,૧૦૦ ધારાસભ્યઓ તેમજ જિલ્લા/તાલુકાપદાધિકારીઓ, સહકારી સંસ્થા તથા ખેડૂત સંગઠનના આગેવાનો મળીને કુલ ૨૦૯૨ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

    મંત્રી એ ઉમેર્યું કે, કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ની મુલાકાત યોજવામાં આવી હતી. કૃષિ મહોત્સવના કાર્યક્રમોમાં ૧૪ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ શંશોધન પુરસ્કાર તથા ૩૪૮ ખેડૂતોને આત્મા બેસ્ટ ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    આ ઉપરાંત કૃષિ પરિસંવાદમાં કુલ 708 કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 1,76,808 ખેડૂતોને માર્ગદર્શન આપ્યું તથા સાથે સાથે કુલ 318 પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવો રજૂ કરીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

    તેમણે કહ્યું કે,રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગો દ્વારા કુલ ૭૫૮૫ પ્રદર્શન સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેનો 2,10,168 ખેડૂતોએ લાભ લીધો હતો.કૃષિ મહોત્સવ દરમિયાન વિવિધ કૃષિલક્ષી સહાય યોજના હેઠળ કુલ 4779 ખેડૂતોને અંદાજીત કુલ રૂપિયા  1578 લાખ મૂલ્યની સહાય માટે મંજૂરીપત્રો/સહાય પત્રો/ ચેક/ પૂર્વ મંજૂરી પત્ર નું વિતરણ કરવામાં આવ્યુ છે.

    રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ સ્થળ પર મળી રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ માટે કુલ 2498 સ્ટોલ ગોઠવવામાં આવેલ અને કુલ 91869 લાભાર્થીઓએ સ્ટોલની મુલાકાત લીધી.

    મંત્રીએ ઉમેર્યું કે,રવિ કૃષિ મહોત્સવના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં કુલ 268 પશુ આરોગ્ય કેમ્પ ગોઠવાયા જેનો કુલ ૧૬૦૩૧ પશુપાલકોએ લાભ લીધો.

    કૃષિ મહોત્સવના બીજા દિવસે મંત્રી દ્વારા એ.પી.એમ.સી, રાજકોટ ખાતે યોજાયેલ કૃષિ પ્રદર્શનની મુલાકાત લઇ ખેડૂતોને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કુલ 42086 ખેડૂતોએ કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્યું છે.

    આમ સમગ્ર રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ના કાર્યક્રમમાં કુલ 210168થી વધુ  ખેડૂતોએ લાભ લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply