રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 93.54 ટકા વરસાદ
Live TV
-
સમગ્ર રાજ્યમાં આ વર્ષે મોસમનો સરેરાશ વરસાદ સારો રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં આ વર્ષે મોસમનો સરેરાશ વરસાદ સારો રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 93.54 ટકા વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. એક તરફ નર્મદા નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. તો બીજી તરફ મહિસાગરમાં પણ સતત વરસાદ પડે છે. છેલ્લા ચોવીસ કલાકમાં મહિસાગર જિલ્લાના છ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વસાદ બાલાસિનોર તથા સંતરામ તાલુકામાં 14 મીલીમીટર , જ્યારે સૌથી ઓછો વરસાદ લુણાવાડા તથા ખાનપુર તાલુકામાં અનુક્રમે 3-3 મીલીમીટર નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં કડાણા ડેમમાં 84 હજાર ક્યુસેક કરતા વધુ પાણીની આવક થઈ છે. પાણી ભયજનક સપાટીને પાર કરી ન જાય તે હેતુથી ડેમના ચાર ગેટ ખોલી 71 હજાર ક્યુસેક કરતાં વધુ પાણી મહિ નદીમાં છોડવામાં આવ્યું છે.
