Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આજે કોરોનાનો આંકડો 950ને પાર, તો 1061 દર્દીઓ થયા સાજા

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા છે, તો નવા કેસની સામે 1061 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

    રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5, 24,297 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,82,949 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 11,344 છે, જેમાંથી 75 વેન્ટિલેટર પર છે અને 11269 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 34,005 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને રાજ્યમાં કુલ 2127ના મોત થયા છે.

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 નવા દર્દીઓના મોત થયા છે, જેમાંથી સુરતમાં 10ના અને અમદાવાદમાં 4ના અને કચ્છમાં 2ના મોત પણ સામેલ છે.

    નવા કેસ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 182 અને ગ્રામીણમાં 17 થઈ 199 અમદાવાદ જિલ્લામાં નવા નોંધાયા છે. તો સુરત શહેરમાં 203 અને ગ્રામીણમાં 65 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા 41 અને ગ્રામીણમાં 27 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં નવા 38 અને ગ્રામીણમાં નવા 19 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply