જૂનાગઢઃ ખેડૂતનો પક્ષીપ્રેમ, આંગણામાં પક્ષીઓ માટે બનાવ્યો અનોખો ચબૂતરો
Live TV
-
ગગનમાં મુક્ત વિહરતા પક્ષીઓ જોવા સહુ કોઈને ગમે છે.ત્યારે ચોમાસા દરમિયાન પક્ષીઓને ચણ મળી શકે તે માટે પક્ષીઓ પ્રત્યેનો અનોખો પ્રેમ ધરાવતા હરસુખભાઈ ડોબરીયા ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે.
માણસને માણસ જોડે લાગણીનો સંબંધ બંધાય તેના કરતાં પશુ-પક્ષીઓ જોડે બંધાય તે હંમેશા અનોખો બની રહે છે. જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઈ ડોબરીયા નામના ખેડુત પુત્રનો અનોખો પક્ષીપ્રેમ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રકૃતિ સાથે બાળપણથી ઉછરેલા હરસુખભાઈને નાનપણથી પક્ષીઓ પ્રત્યે લગાવ હતો..અને તેમનો આ પક્ષીપ્રેમ દિવસેને દિવસે વધતો જ ગયો..હાલ ચોમાસાની ઋતુમાં પક્ષીઓને જ્યારે ચણ મળતું નથી. ત્યારે આવા સમયમાં તેમણે ઘરનાં આંગણામાં પક્ષીઓ માટે ખાસ પ્રકારનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. જ્યાં કબુતર, ચકલી, અને હજારોની સંખ્યામાં પોપટ સહિતના પક્ષીઓ ચણ ચણવા માટે આવે છે...
હરસુખભાઈ દરવર્ષે ચોમાસાની ઋતુમાં ચાર મહિના આ પ્રકારની પ્રવૃત્તિ કરી ખરા સમયે પક્ષીઓને અન્નદાન પૂરું પાડી રહ્યા છે. હરસુખભાઈ તેમના આવકનો મોટાભાગનો હિસ્સો પક્ષીઓના ચણમાં ખર્ચી નાંખે છે. આ અનોખા પક્ષીપ્રેમી હરસુખભાઈ જણાવે છે કે,,,પ્રકૃતિની સાથે પક્ષીઓનું પણ જતન કરવું જોઈએ. પક્ષીઓને પાંજરામાં પૂરવાને બદલે તેને મુક્ત ગગનમાં વિહરવા દેવા જોઈએ.
આ અનોખા પક્ષીપ્રેમી હરસુખભાઈની જેમ પક્ષીઓ તેમાં પણ ખાસ કરીને પોપટને પણ તેમનાથી ખૂબ જ લગાવ છે. મોટી સંખ્યામાં પોપટ અહીં આવીને હરસુખભાઈ જોડે ચણ ચણે છે. અને પોતાની પ્રગાઢ લાગણીનું દર્શન કરાવે છે..
