ધોરાજીમાં કોરોના કેસ વધતા ઝડપી ટેસ્ટીંગ માટે RTPCR ટેસ્ટની શરુઆત
Live TV
-
લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખે અને સાવચેતીના પગલાં લે એ જરૂરી બન્યું
ધોરાજીમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે ત્યારે હવે સરકારે ધોરાજીમાં કોરોનાના ઝડપી ટેસ્ટીંગ માટે આરટીપીસીઆર ટેસ્ટની શરુઆત કરી છે. જેના કારણે માત્ર 15 મિનિટમાં જ રિપોર્ટ મળી જશે. ધોરાજી ના તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યુ છે કે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે અને એને અટકાવવા સાવચેતી ના પગલાં જરૂરી છે લોકો એ પણ સાવચેત રહેવા ની જરૂર છે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખે અને સાવચેતી ના પગલાં લે એ જરૂરી બન્યું છે .. ધોરાજી માં આરટીપીસીઆરકીટ થી કોરોના નું ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યું છે . અને જેથી હવે વધુ સેમ્પલ લઈ અને કોરોના ટેસ્ટ ની શરૂઆત થઈ છે ધોરાજી માં કોરોના ના દર્દીઓ ની સંખ્યા100ને પર પહોંચી છે અને કુલ 5 લોકો ના મુત્યુ થયા છે અને કોરોના નું સંક્રમણ અટકતું નથી ..જેથી ધોરાજી માં રેપિડ ટેસ્ટ કરવાનું પણ ચાલુ કરી દેવાયુ છે અને રાજ્ય સરકાર ની સૂચના થી શહેર ના અને ગ્રામ્ય વિસ્તાર માં જાઈ અને લોકો ના આરોગ્ય તપાસણી પણ ચાલુ કરી દેવામાં આવી છે અને આ આધુનિક કીટ દ્વારા ટેસ્ટ ને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ કરી ને પ્રેગનેટ મહિલાઓ માટે આ કીટ આશીર્વાદ રૂપ છે
