કોરોનાની સારવારમાં ઉપયોગી ટોસીલીઝુમેબ ઈન્જેક્શનના વેચાણના કૌભાંડનો પર્દાફાશ
Live TV
-
અનેક ઘણી કિંમતે બિલ વગર વેચાતા હતા બનાવટી ઈન્જેક્શન, ઈન્જેક્શન બનાવનાર અને વેચનાર 4 શખ્શોની કરી ધરપકડ, ઈન્જેક્શન બનાવવાનો રૂપિયા 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
કોરોનાની સારવારમાં અતિ મહત્વના ગણાતા ટોસીલી ઝુમેબ ઇન્જેક્શનના બનાવટી જથ્થાનુ સુરતથી વેચાણ કરવાનું રાજ્યવ્યાપી કૌંભાડ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનની કચેરી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુરતના સાહેલ ઇસ્માઇલ તાઇના ઘરે રેડ કરીને ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન સહિત કાચા માલનો અંદાજે આઠ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ બાબતની વિગત એવી છે કે અમદાવાદના બોડકદેવમાં આવેલી એક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક દર્દીને, આપવામાં આવેલા ટોસીલી ઝુમેબ ઇન્જેક્શન વગર બિલે શંકાસ્પદ રીતે મળ્યું હોવાની શંકા તબીબને જતાં આ બાબતે તપાસ શરૂ થઈ હતી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં આ ઇન્જેક્શન સુરતથી તૈયાર કરી અમદાવાદમાં વગર બિલે રૂપિયા 70 હજારથી લઇ એક લાખ 35 હજાર સુધીમાં વેચાતા હતા. આ સંદર્ભમાં હાલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડૉ. હેમંત કોશિયા પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપશે
