Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આજે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા, 430 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન, 1814 ઉમેદવારો આપશે પરીક્ષા

Live TV

X
  • પારદર્શિતા જાળવવા દરેક કેન્દ્ર પર PI કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે DIG અને SP કક્ષાના અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સઘન સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. કુલ 60 પોલીસ અધિકારીઓ અને 100 શિક્ષણ વિભાગના કર્મચારીઓની ટીમ આ પરીક્ષાને સફળ બનાવવા મેદાને છે.

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે, 28 જૂને બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની 430 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા સવારે 9:30 થી 12:30 દરમિયાન ગાંધીનગરના શૈક્ષણિક હબ ગણાતા સેક્ટર-15 ના LDRP કેમ્પસ સહિત કુલ 6 કેન્દ્રો પર યોજાઈ રહી છે.

    પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે ભરતી બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ઉમેદવાર માટે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર પરીક્ષા પ્રક્રિયા CCTV કેમેરાની સતત દેખરેખ હેઠળ રહેશે.

    પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા માટે 60 પોલીસ અધિકારીઓ અને 100 શિક્ષણ વિભાગના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ-163 હેઠળ કેન્દ્રની આસપાસના 100 મીટરના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ઉમેદવારોને મોબાઈલ, સ્માર્ટ વોચ કે અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે પ્રથમ તબક્કાની શારીરિક કસોટી અને પેપર-1 (MCQ) પાસ કર્યા બાદ, નિયમોનુસાર ખાલી જગ્યાના આશરે પાંચ ગણા એટલે કે કુલ 1814 ઉમેદવારો આજે પેપર-2 (Police Procedure - Subjective) ની પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ DIGP અને SP કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે, જ્યારે દરેક કેન્દ્રની જવાબદારી PI કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા પોલીસ દળમાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply