Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ

Live TV

X
  • ગુજરાતના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) – મધ્ય ગુજરાતનું આયોજન 29 અને 30 જૂન, 2026 દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારી આ પરિષદ પ્રાદેશિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

    પરિષદની શરૂઆત 29 જૂનના રોજ સવારે 10:30 કલાકે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)નું ઉદ્ઘાટન સાથે થશે. ત્યારબાદ સવારે 11:15 કલાકે ઉદ્ઘાટન સત્ર યોજાશે, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી ઉદ્ઘાટન પ્રવચન આપશે. ભાગીદાર દેશોના રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિતોને સંબોધિત કરશે. ઉદ્ઘાટન સત્રમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિશેષ માર્ગદર્શન અને સંબોધન રહેશે.

    VGRC મધ્ય ગુજરાત માટે, જાપાન, રવાન્ડા, યુએઈ અને યુક્રેન ભાગીદાર દેશો તરીકે પુષ્ટિ આપી છે અને જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO), રશિયન ફેડરેશનનું ટ્રેડ રિપ્રેઝન્ટેશન, US-India સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF), US-India Business Council (USIBC), ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચેમ્બર (ICBC), AMCHAM ઇન્ડિયા, ફેડરેશન ઓફ યુરોપિયન બિઝનેસ ઇન ઇન્ડિયા (FEBI), કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA), UAE-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UIBC), FINCHAM ઇન્ડિયા, ધ ઇન્ડો-ઇટાલિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (IICCI) અને ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ACMA)  સહિતના અગ્રણી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઉદ્યોગ સંગઠનો ભાગીદાર સંસ્થાઓ તરીકે સહભાગી બન્યા છે.

    VGRC મધ્ય ગુજરાત માટે ફોકસ ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ, IT અને ITeS, બાયોટેક, ફાર્માસ્યુટિકલ્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, ફિનટેક, ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે.

    VGRC મધ્ય ગુજરાત અંતર્ગત અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા જિલ્લાઓની વિકાસ સંભાવનાઓ અને રોકાણ તકોને ઉજાગર કરવામાં આવશે. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર, IT/ITeS અને ઉભરતી ટેકનોલોજી, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, સંરક્ષણ, બાયોટેકનોલોજી, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, મહિલા ઉદ્યોગસાહસિકતા, કૌશલ્ય વિકાસ અને પ્રવાસન જેવા વિષયો પર વિવિધ થીમેટિક સેમિનાર અને ચર્ચાસત્રોનું આયોજન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply