રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
Live TV
-
ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાનમાં બદલાવ આવી રહ્યો છે. ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદ પડશે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે. .જયારે આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.. આવા અણધાર્યા વાતાવરણથી ખેડૂતો અને સામાન્ય જનતાએ તકેદારી રાખવી જરૂરી બની છે.
