રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે નવા 245 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા નાગરિકો મુક્ત રીતે રાજ્યમાં હરતા-ફરતા જોવા મળી રહ્યાં છે. આજે નવા 245 કેસ નોંધાયા છે. તો 5 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે. 644 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદમાં નવા 101, વડોદરામાં 29, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 12, સુરતમાં 8 અને ભાવનગરમાં 2 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કુલ 2,538 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 33 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,08,657 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો કુલ 10,924 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 10,28,32,985 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 11 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 32 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2,290 નાગરિકોને રસીનો પ્રથમ અને 6,389 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 8,898 નાગરિકોને રસીનો પ્રથમ અને 34,156 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15થી 18 વર્ષ સુધીના 3,756 કિશોરને રસીનો પ્રથમ અને 35,983 કિશોરને બીજો ડોઝ અપાયો છે. તો રાજ્યમાં આજે 11,806 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.
