અરવલ્લી: પ્રાથમિક શાળાના શિક્ષકે બનાવી ધુમાડા રહિત દેશી સગડી
Live TV
-
અરવલ્લી જિલ્લાના ધનસુરાની પ્રાથમિક શાળા નંબર - ૧ ના શિક્ષક કલ્પેશભાઇ પ્રજાપતિએ એક અનોખી દેશી સગડી બનાવી છે. ગામડાઓમાં રસોઈ માટે ચૂલાનો ઉપયોગ વધુ થતો હોય છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો મહિલાઓને નુકસાન કરતો હોય છે, જેથી તેના વિકલ્પ રૂપે આ દેશી સગડી બનાવી છે. આ સગડી ચીમની વાળી હોવાથી ધુમાડા રહિત છે. આ સગડી તેમને રેતી, સિમેન્ટ, ઈંટ અને લોખંડથી બનાવી છે. જે કિંમતમાં સસ્તી અને ટકાઉ અને મુવેબલ છે. આ ઉપરાંત એક સાથે બે વસ્તુઓ રાંધી શકાય તેવી પણ સગવડ કરાઈ છે.
