રાજ્યમાં કોરોનાના નવા 1137 કેસ નોંધાયા, 09 દર્દીઓનાં મોત
Live TV
-
રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,62,985 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1137 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 1180 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 89.03 % થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14,215 છે, જેમાંથી 14,140 સ્ટેબલ છે અને 75 વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં 09 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3663 પર પહોંચી ગયો છે.રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,62,985 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં કુલ 52,986 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
