રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ સાથે સાજા થવાનો દર 99.07 ટકા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 25 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. આજે 54 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 12 કેસ નોંધાયા છે. વડોદરામાં 5, સુરતમાં 0, દાહોદ 0, બનાસકાંઠા 1, મહેસાણા અને આણંદ 1, સુરેન્દ્રનગર 0, કચ્છ 0, સાબરકાંઠા 0 કેસ નોંધાયા છે. ખેડા, નર્મદા , પંચમહાલ, જૂનાગઢ, અરવલ્લી, ડાંગ અને રાજકોટમાં એક પણ નવા કેસ નોંધાયા નથી.
રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરમાં 1 કેસ નોંધાયા છે. મોરબી, તાપી, ભરુચ , છોટાઉદેપુર , જામનગર , ભાવનગર, મહિસાગર, પાટણ, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
હાલ રાજ્યમાં કુલ 438 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,304 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,939 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,41,98,758 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 2,77,920 લોકોને કોરોનાની રસી અપાઈ છે.
