Skip to main content
Settings Settings for Dark

ડાકોરના રણછોડરાય મંદિરે ફાગણી પૂનમનો મેળોઃ મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન કરવા ઉમટ્યા

Live TV

X
  • ખેડા જિલ્લાનું યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરે ફાગણી પૂનમે દર્શન કરવાનું અનેરૂ મહત્વ છે. આજની મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો રણછોડરાયના મંદિરે પહોચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો પગે ચાલીને ડાકોર આવે છે. ખેડા જિલ્લા પોલીસે હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, ગામડાઓના સરપંચો દ્વારા, યુવક મંડળો દ્વારા, સખી મંડળો દ્વારા અને વ્યક્તિગતરૂપે પદયાત્રીઓ માટે આરામ, નાસ્તાની તો કોઇ જગ્યાએ યાત્રીઓને માલીશ કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. 

    નડિયાદની જય માનવ સેવા ટ્રસ્ટ અને જય મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા ડાકોર રોડ ઉપર સેવા કેન્દ્ર ખોલ્યા છે. ખાસ કરીને રાસકાથી મહેમદાવાદ વાયા મહુધા થઈને ડાકોર સુધીનો માર્ગમાં શ્રદ્ધાળુઓ જય માખણ ચોરના જયધોષ કરતા જોવા મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply