Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના 40 કેસ સાથે સાજા થવાનો દર 99.06 ટકા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 40 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. આજે 82 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 18 કેસ નોંધાયા છે. વડોદરામાં 4, સુરતમાં 2, તાપી 2, મોરબી 3, રાજકોટ, દાહોદ, ખેડા, સુરેન્દ્રનગર, નર્મદા અને અરવલ્લીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા અને જૂનાગઢમાં 0 કેસ નોંધાયા છે. 

    રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદ 1, બનાસકાંઠા 0, ડાંગ 1 કેસ નોંધાયા છે. ભરુચ , છોટાઉદેપુર , ગાંધીનગર, જામનગર , ભાવનગર,,, મહિસાગર, પાટણ, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
     
    હાલ રાજ્યમાં કુલ 566 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,011 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,938 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,38,88,480 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 78,925 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply