બટરફ્લાય વાલ્વના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોના દરોડા
Live TV
-
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના બટરફ્લાય વાલ્વના ઉત્પાદનમાં સંડોવણીની માહિતીના આધારે તારીખ 9 માર્ચના રોજ મેસર્સ સન વાલ્વસ ઇન્ડસ્ટ્રીસ પ્રાઈવેટ લિમિટેડ, ૩૩ હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, એસ પી રીંગ રોડની બાજુ, ઓઢવ, અમદાવાદ્દ – 382415 ઉપર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી. આ ઉત્પાદક ભારતીય માનક બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના બટરફ્લાય વાલ્વનું ઉત્પાદન કરી રહ્યા હતા. દરોડા દરમિયાન નીલોન બ્રાંડ નાં આશરે 78 બટરફ્લાય વાલ્વ જપ્ત કરવામાં આવ્યા.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ભારત સરકારનાં ઓર્ડર નંબર P-29014/69/2017-એલ.ઈ.આઈ તારીખ 17મી જૂન 2020 ના મુજબ સામાન્ય ઉપયોગ માટે બટરફ્લાય વાલ્વ પર આઈ.એસ.આઈ માર્ક 01.01.2021 થી ફરજીયાત કરવામાં આવ્યું છે એટલે કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈ.એસ.આઈ માર્ક વિના બટરફ્લાય વાલ્વનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016 નાં અનુચ્છેદ 17 નાં ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષ સુધીની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો બને છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈ.એસ.આઈ માર્કના દુરુપયોગની મળેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણના હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ -380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo-2[at]bis[dot]gov[dot]in અથવા cmed[at]bis[dot]gov[dot]in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સુચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
