સોમનાથ મહાદેવના અનોખી રીતે કર્યા દર્શન, દરિયામાં 30 કિ.મી અંતર કાપી સોમનાથ કાંઠે પહોંચ્યા મિત્રો
Live TV
-
સુત્રાપાડાના ધામળેજ બંદરથી તરવાનું શરૂ કરીને માત્ર પાંચ કલાકમાં 30 કિલોમીટરનું અંતર કાપીને તેઓ સોમનાથ પહોંચ્યા
જ્યોતિ્ર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને કોઇ પગપાળા આવતા હોય છે તો કોઇક દંડવત કરતાં મંદિર સુધી પહોંચતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના પ્રભાત રાજુ કોળીએ સમુદ્રમાં તરીને આવીને સોમનાથ દર્શન કર્યા છે. સુત્રાપાડાના ધામળેજ બંદરેથી તરવાનું શરૂ કરીને 30 કિલોમીટરનું અંતર કાપીને પ્રભાત અને તેમના મિત્રે સોમનાથ કાંઠે પહોંચીને દર્શન કર્યા હતા. સુત્રાપાડાના ધામળેજ બંદરથી તરવાનું શરૂ કરીને માત્ર પાંચ કલાકમાં 30 કિલોમીટરનું અંતર કાપીને તેઓ સોમનાથ પહોંચ્યા હતા પ્રભાત રાજુ કોળી મેરેથોન ઓપન વોટર સ્વિમર છે અને મુંબઈના વતની છે. વર્લ્ડ ઓપન વોટર સ્વીમીંગ એસોસિયેશન કેલિફોર્નિયા, યું.એસ.એ દ્વારા તેઓ સન્માનિત થઇ ચુક્યા છે. અનેક ઇવેન્ટમાં ભાગ લઇને તોઓ 3 વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરી ચુક્યા છે. લીમકા બુક અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચુક્યા છે.
