Skip to main content
Settings Settings for Dark

સમાજને નવો રાહ: યુક્રેનથી વિદ્યાર્થિની પહોંચી માદરે વતન, પરિવારે PM અને CM રિલીફ ફંડમાં આપ્યું અનુદાન

Live TV

X
  • શૈલજાના પરિવાર દ્વારા પી.એમ.કેર ફંડમાં રૂપિયા 21000 અને મુખ્યમંત્રી રિલિફ ફંડમાં રૂપિયા 11000નું અનુદાન આપવામાં આવ્યું

    યુક્રેન સ્થિત મોરબીની વધુ એક વિદ્યાર્થીની માદરે વતન પાછી ફરી છે. યુક્રેનથી પાછી ફરેલી શૈલજાના પરિવાર દ્વારા પી.એમ. કેર ફંડમાં રૂપિયા 21000 અને મુખ્યમંત્રી રિલિફ ફંડ માં રૂપિયા 11000નું અનુદાન આપવામાં આવ્યું છે.

    પરિવારે આ રાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત સરકાર, ગુજરાત સરકાર સહિત પ્રત્યક્ષ પરોક્ષ મદદ પુરી પાડનારા તમામ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી છે. શૈલજાનાં શિક્ષક પિતાએ આભાર માનતા પ્રધાનમંત્રી મોદીને માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીમાં એક  ભાવનાત્મક પત્ર પણ લખ્યો છે. દીકરી સહીસલામત માદરે વતન પાછી ફરતાં સમગ્ર પરિવારમાં આનંદની લાગણી પ્રવર્તી હતી .

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply