રાજ્યમાં કોરોનાના 47 કેસ સાથે સાજા થવાનો દર 99.06 ટકા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 47 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. આજે 53 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 31 કેસ નોંધાયા છે. વડોદરામાં 8, સુરતમાં 1, તાપી 1, મોરબી 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. દાહોદ, ખેડા, સુરેન્દ્રનગર, નર્મદા ,કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, જૂનાગઢ અને અરવલ્લીમાં એક પણ નવા કેસ નોંધાયા નથી.
રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદ 2, બનાસકાંઠા 0, ડાંગ અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયા છે. ભરુચ , છોટાઉદેપુર , જામનગર , ભાવનગર, મહિસાગર, પાટણ, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
હાલ રાજ્યમાં કુલ 560 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,064 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,938 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,39,58,067 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 69,587 લોકોને કોરોનાની રસી અપાઈ છે.
