રાજ્યમાં કોરોનાના 58 કેસ સાથે સાજા થવાનો દર 99.05 ટકા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 58 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. આજે 112 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 27 કેસ નોંધાયા છે. વડોદરામાં 11, સુરતમાં 2, ભરુચ 2, ગાંધીનગરમાં 5, જામનગર , ભાવનગર , દાહોદ , છોટાઉદેપુર , નવસારી અને અરવલ્લીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજકોટ, કચ્છ, તાપી, ખેડા, મોરબી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પંચમહાલ, મહેસાણા અને જૂનાગઢમાં 0 કેસ નોંધાયા છે.
રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદ 1, બનાસકાંઠા 1, ડાંગ 5 કેસ નોંધાયા છે. મહિસાગર, પાટણ, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
હાલ રાજ્યમાં કુલ 662 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,11,818 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,938 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,37,19,576 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 82,326 લોકોને કોરોનાની રસી અપાઈ છે.
