Skip to main content
Settings Settings for Dark

સહકાર રાજ્યમંત્રી: ખેડૂતોનો સર્વાંગી વિકાસ કરવો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે

Live TV

X
  • વિધાનસભા ખાતે કિસાન કલ્પવૃક્ષ યોજના સંદર્ભે પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતાં સહકાર રાજ્ય  મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે ખેડૂતોને સર્વાંગી વિકાસ કરવો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મંત્રી વિશ્વકર્માએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ખેડૂતોની સરકાર છે. રાજ્યનો નાનો ખેડૂત પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકે તેવી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જિલ્લાની બજાર સમિતિનો અંદાજ બનાવી સરકાર સમક્ષ સહાયની માંગણી કરતી હોય છે અને તે મુજબ સહાય ચૂકવવામાં આવે છે

    મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે, કિસાન કલ્પવૃક્ષ યોજના વર્ષ 2010-11 દરમિયાન શરૂ કરવામાં આવી હતી. બજાર સમિતિને પાયાની સગવડો મળી રહે તે હેતુ આ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવતી હોય છે. આણંદ જિલ્લામાં આવેલી સાત બજાર સમિતિને સહાય ચૂકવવામાં  આવી છે. તારીખ 31/3/2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં આણંદ જિલ્લાની ખંભાત બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રૂપિયા 50 લાખની રકમ ચૂકવવામાં આવી છે તેમ  મંત્રીએ ઉમેર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply